About City Survey
શહેર માપણી નગરપાલીકાના વહીવટ સાથે સંકળાયેલી છે. ૧૮૨૧માં સુરત શહેરની અને ૧૮૨૪માં અમદાવાદ શહેરની કરવામાં આવેલી શહેર માપણી જમીન પરના હકનો નિર્ણય ન કરાતા અને જાળવણી માટે કોઇ ગોઠવણ ન હોવાથી જે તે વખતે નિષ્ફળ નિવડી હતી.સને ૧૮૬૩માં તે વખતના અમદાવાદના કલેકટર મિ. ટી.સી.હોપે, જમીનના હકકો, દબાણો, સરકારના હકક, ભાડાની આકારણી, જમીનની ઉપયોગીતા નકકી કરવી, સત્તાપ્રકાર નકકી કરવા, બીનખેતી આકાર ઠરાવવો વિગેરે બાબતો માટે માપણી કરવાની સરકારમાં દરખાસ્ત કરી. દરખાસ્ત માન્ય રહી અને અમદાવાદ શહેરની માપણી ૧૮૬૩માં શરુ કરી.
Read More